એ.સી.બી.ની સફળ ટ્રેપ

 

 

ફરીયાદી*:- એક જાગૃત નાગરિક

 

*આરોપી*:-

(૧) સતીંદરપાલસીંગ કુલવંતસીંગ અરોરા, કસ્ટમ ઇન્સ્પેક્ટર, આઇ.સી.ડી. ખોડીયાર, જમીયતપુરા કન્ટેઇનર ડેપો, ગાંધીનગર.

(૨) અંકીત ભુપેન્દ્રભાઇ દેસાઇ રેસીડેન્ટ એન્જીનીયર, આઉટ સોર્સ, કસ્ટમ વિભાગ

(૩) ગુલામ દસ્તગીર ભીખામીયાં મલેક, ખાનગી વ્યક્તિ 

 

*ગુનો બન્યા તારીખ*- તા.૦૧/૦૨/૨૦૨૫

 

*લાંચની માંગણીની રકમ*:-

રૂપિયા ૨,૩૨,૦૦૦/-

 

*લાંચ સ્વીકારેલ રકમ*:-

રૂપિયા ૨,૩૨,૦૦૦/-

 

*લાંચની રીકવર કરેલ રકમ*:- રૂપિયા ૨,૩૨,૦૦૦/-

 

*ગુનાનુ સ્થળ*:-

આઇ.સી.ડી. ખોડીયાર જમીયતપુરા, કસ્ટમ ઓફીસ પાર્કીંગમાં , ગાંધીનગર.

 

*ગુનાની ટુંક વિગત*:-

આ કામે હકિકત એવી છે કે, આ કામે ફરીયાદીની કંપનીના કન્ટેઇનર સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર ત્રણ માસમાં કેમીકલ રો-મટીરીયલના આશરે ૨૭૨ કન્ટેઇનર આઇ.સી.ડી. ખોડીયાર ખાતે કસ્ટમ વિભાગે ક્લીયર કરવા, આરોપી નંબર-૧ એ ફરીયાદી સાથે વાત-ચીતના અંતે રૂ.૨,૩૨,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચના નાણાં ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરતાં આજ રોજ ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં છટકા દરમ્યાન આરોપી નંબર-૧ ના કહેવાથી આરોપી નંબર-૨ એ આરોપી નંબર-૩ ને ફોન કરી, ફરીયાદી પાસેથી લાંચની રકમ લેવા જણાવતાં આરોપી નં.૩ એ ફરીયાદી સાથે હેતુલક્ષી વાત-ચીત કરી, લાંચના નાણાં સ્વિકારી સ્થળ ઉપર પકડાઇ જઇ ગુનો કરેલ છે.

 

*ટ્રેપીંગ ઓફીસર*:-

શ્રી એચ.બી.ચાવડા

ફીલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર

ગાંધીનગર એ.સી.બી. એકમ

 

*સુપર વિઝન અધિકારી*:-

શ્રી એ.કે.પરમાર

મદદનીશ નિયામક

ગાંધીનગર એ.સી.બી. એકમ

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now
               
हमारे  नए ऐप से अपने फोन पर पाएं रियल टाइम अलर्ट , और सभी खबरें डाउनलोड करें
डाउनलोड करें

जवाब जरूर दे 

क्या शाहाबाद में महिला डिग्री कॉलेज की स्थापना की जरूरत है?

View Results

Loading ... Loading ...


Related Articles

Back to top button
Close
Website Design By Bootalpha.com +91 84482 65129